આઝાદી કા અમૃત મહોત્સવ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે આજરોજ વોર્ડ નંબર 2 અને 5 ની સંયુકત પ્રભાત ફેરી યોજાઇ હતી. જેનો ગુરુ દત્તાત્રેય ના મંદિરેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે પૂર્વ થઇ હતી.
આ પ્રભાત ફેરીમા સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, પવન હંશના ડાયરેક્ટર અમીબેન પરીખ, કોર્પોરેટર સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ ઉપરાત હાલાર જિલ્લા માજી સૈનિમ મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ વોર્ડ નં.2 અને 5 ના પ્રમુખ મહામંત્રી અને સંગઠનના ઉપસ્થિત રહ્યા હતાં.