જામનગર જિલ્લાના સિક્કા મુકામે આવેલ દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા ફરી એકવાર પ્રદૂષણ ફેલાવવામાં આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ચૂકયા છે.
પ્રાપ્ત વિગત મુજબ સિકકા નગરપાલિકાની હદમાં આવેલ દિગ્વિજય સિમેન્ટ કંપની સરકારના આદેશ નિયમ ને નેવે મૂકી પોતાની મનમાની ચલાવતી હોય તેમ લોકોમુખે ચર્ચાઇ રહ્યું છે. અગાઉ સિક્કા નગરપાલિકા પ્રમુખ જુસબ ભાઈ બારોયા દ્વારા તા.4/8/2021નાં રોજ વરિષ્ઠ પર્યાવરણ ઇજનેર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત ફરિયાદ નં.ગુ.પુ.નિ.બોર્ડ/જે.એમ.એન. સી.સી.એ. 145(3) આઇ.ડી. 17132/170453. તા.6/1/2014થી સ્પષ્ટ જણાવેલ કે સિમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનું આદેશ કચેરી દ્વારા કરવામાં આવેલ છતાં કંપનીના મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટએ આપના હુકમની અમલવારીના કરી નજર અંદાજ કરેલ હોય ત્યારે તા.2/9/2021ના રોજ પણ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામા આવતા સિક્કા સુન્ની મુસ્લિમ ફકીર સમાજના પ્રમુખ સલીમ મુલ્લા દ્વારા પણ વરિષ્ટ પર્યાવરણ ઇજનેર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગાંધીનગરને લેખિત રજુઆત કરી હતી. જે બન્ને અરજીઓને ધ્યાને લઇ ગત તા.29/10/2021ના રોજ જામનગર જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામા આવેલ પણ તે તપાસ માત્ર એક કાગળ પ્રક્રિયા સ્વરૂપે જ કરવામાં આવી અને અરજદારોને કોઇ પણ જાતની કોપી કે પ્રત્યુતર જવાબ આજદિન સુધી આપવામા આવેલ નથી જેથી સ્પષ્ટ દેખાઈ છે કે ઉપરોક્ત બનાવને મિલીભગત કરી ભીનુ સંકેલવામાં આવ્યું હોય તેવું અંદાજ લગાવી શકાય છે.
ત્યારબાદ તા.22/12/2021ના રોજ સાંજ નાં.4 થી.5. વાગ્યા નાં સમય ગળામાં કંપની દ્વારા ભયંકર પ્રદૂષણ સિક્કા ગામ તરફ છોડી લોકોના સ્વાસ્થ્ય આરોગ્ય સાથે ખિલવાડ કરી બીમારીનો માહોલ ફેલાવવાનું કાવતરુ જેના અનુસંધાને તા.24/12/2021ના રોજ સિક્કા નગરપાલિકા પ્રમુખ જુસબ ભાઈ બારોયા. તથા સિક્કા ફકીર સમાજના પ્રમુખ અને સામાજિક કાર્યકર પત્રકાર એવા સલીમ મુલ્લાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણ ગાંધીનગરના ચેરમેન સંજીવ કુમાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કિરીટસિંહ રાણા (કેબિનેટ મંત્રી પર્યાવરણ વિભાગ) અને જગદીશ પંચાલ (રાજ્યકક્ષાના મંત્રી પર્યાવરણ વિભાગ) ને લેખિતમાં ફરિયાદ કરી છે અને સાથે સાથે જણાવેલ કે ઉપરોક્ત બાબતમાં કોઈ ભીનુ સંકેલવામાં ન આવે તે બાબતે તકેદારી રાખવા આશા વ્યક્ત કરી હતી અને આ બાબતમાં ગુજરાત હાઇકોર્ટમાં પી. આઇ.એલ. પણ દાખલ કરવાના હોય જેની નોંધ લઇ ઉપરોક્ત બાબતે ધોરણસર કાર્યવાહી કરવામાં રજૂઆત કરાઇ છે.