દ્વારકા ખંભાળિયા ધોરીમાર્ગ પર ખોડિયાર મંદિર પાસે આજે બપોરના સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે સરકારી રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આપઘાત કર્યાનો બનાવમાં પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ માસ પૂર્વે ખંભાળિયાના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના વતની અને હાલ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેકો. પ્રવિણ વાઘેલાએ આજે બપોરબાદ દ્વારકા હાઇ-વે પર ખંભાળિયા નજીક આવેલાં ખોડિયાર મંદિર પાસે સરકારી રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળિ પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણમાસ પૂર્વે ખંભાળિયામાં ફરજ બજાવતાં મહિલા કોન્સ. ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. છેલ્લાં થોડા સમયમાં બે પોલીસકર્મીના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વધુમાં મળતી વિગત મુજબ ફાયરીંગથી આપઘાત કરનાર મૃતક પ્રવિણ વાઘેલાના લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં ચાર પુત્રીઓ છે અને થોડાં સમય પહેલાં જ મૃતકના પત્નીનું કોરોનામાં મોત નિપજયું હતું.જેથી માતા અને પિતા બંન્નેના મોત બાદ ચાર પુત્રીઓની સ્થિતિ વધુ કપરી બની ગઇ છે. પ્રવિણ વાધેલાના આપઘાત પ્રકરણમાં તેમણે કયાં કારણોરસ આપઘાત કર્યો તે હજુ બહાર આવ્યું નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.