જામનગર શહેરમાં ગેલેકસી ટોકીઝ નજીક ધણશેરીની ખાડમાં છોટાહાથીમાંથી દારૂનો બજાજ વાસ્પા રીક્ષામાં કટીંગ કરાતા સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.72000 ની કિંમતની દારૂની 144 બોટલ મળી આવતા પોલીસે છોટાહાથી, વાસ્પા રીક્ષા અને મોબાઇલ તથા દારૂ મળી કુલ રૂા.3 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી પસાર થતા બે શખ્સોને રૂા.6000 ની કિંમતની 12 બોટલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
દરોડા અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગેલેકસી ટોકીઝ નજીક ધણશેરીની ખાડમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ કરાતું હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, હરદીપ બારડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા, સંજય પરમાર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન જાબીર હબીબ સફિયા નામના શખ્સને આંતરી લીધો હતો અને રૂા.2 લાખની કિંમતની જીજે-10-ટીએકસ-4775 નંબરનું છોટાહાથી અને રૂા.25 હજારની કિંમતની જીજે-7-વીડબલ્યુ-1903 નંબરની વાસ્પા રીક્ષા તથા રૂા.72000 ની કિંમતની 144 બોટલ દારૂ તેમજ રૂા.5000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.3,02,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે જાબીરની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સદામ સફિયા તથા રાજિયો સિંધી ઉર્ફે રાજા દ્વારા છોટાહાથીમાં લઇ આવ્યાં હતાં અને આ દારૂ જુનેદ જેમલાણી સ્પીડ રોડવેઈઝ વાળાએ મંગાવ્યો હતો. જેથી પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો,જામનગર નજીક આવેલ ઠેબા ચોકડી પાસેથી પસાર થતા અક્રમ ઉર્ફે નવાઝ સલીમ નાઇ, પ્રથમ જિતેન્દ્ર ચૌહાણ નામના જામજોધપુરના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી 6000 ની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.