Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરસાધના કોલોનીમાં મકાનમાંથી રૂા.86,200 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લેતી સિટી એ...

સાધના કોલોનીમાં મકાનમાંથી રૂા.86,200 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લેતી સિટી એ પોલીસ

આરોપીની શોધખોળ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરના સાધના કોલોનીમાંથી સીટી એ પોલીસે રૂા.86,200 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લઇ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સાધના કોલોની પહેલો ગેઈટ નંબર 1 બ્લોક નં.એમ.-51 રૂમ નં.3865 માં રહેતો હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો તથા દેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની સીટી એ ના હેકો શૈલેષભાઈ ઠાકરીયા, પો.કો. હિતેશભાઈ સાગઠીયા, એએસઆઈ મહિપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા, સીટી એ ના પીઆઈ એલ.એ. ચાવડા તથા પીએસઆઈ બી.એસ.વાળાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડાના મકાનમાં રૂા.85,500 ની કિંમતની 171 નંગ વિદેશી દારૂની બોટલ તથા રૂા.700 ની કિંમતનો 35 લીટર દેશી દારૂ સહિત કુલ રૂા.86,200 નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular