જામનગર શહેર અને જિલ્લામાં આવેલી દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ તથા સ્પામાં બાળમજૂરી કરતાં બાળકોને મુકત કરાવી પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત પી એન માર્ગ પર આવેલા સ્પામાં બે બાળકોને મુકત કરાવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા બાળમજૂરી બંધ કરાવવા માટે હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત એએચટીયુ પીઆઇ એન ડી સોલંકી, એએસઆઈ રણમલભાઈ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડિયા સહિતના સ્ટાફે પીએન માર્ગ, જી. જી. હોસ્પિટલ રોડ પર આવેલા અપૂર્વ પ્લાઝાના પ્રથમ માળે મિલેનિયમ સ્પામાં ચેકિંગ દરમિયાન 17 વર્ષના બે બાળકો મળી આવતા પોલીસની ટીમે સંચાલક મનોજ હરીદાસ અને પ્યાલા વિરા વેંકટા સુર્યા સત્યનારાયણ નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બંને બાળકોને મુકત કરાવ્યા હતાં. રેઈડ દરમિયાન મનોજની સ્થળ પર હાજર નહીં મળેલા પ્યાલા નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.