કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર-ગોલણિયા ચોકડી પાસેથી પસાર થતા આઈસર ટ્રકને આંતરીને તલાસી લેતાં તેમાંથી આઠ અબોલ પશુઓને કતલખાને લઇ જવાતાં મળી આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર-ગોલણિયા ચોકડી માર્ગ પરથી પસાર થતાં જીજે-14-8648 નંબરના આઈસર ટ્રકને પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા આ ટ્રકમાં બે લાખની કિંમતની આઠ ગાયોને દોરડાથી ગળુ ટુંપાય તે રીતે બાંધીને ક્રુરતાથી કતલખાને લઇ જવાતા હોવાનું જણાતા ટ્રકચાલક અરવિંદ ઉર્ફે કાળુ દેવશી મકવાણા (જેતપુર) અને કલીનર સુનિલ ઉર્ફે ભાણો મુકેશ વાઘેલા (દેરડી) નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.4 લાખની કિંમતનો આઈસર ટ્રક અને આઠ ગાયો તેમજ રૂા.8500 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિત રૂા.6,08,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને ગાયોને પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ નજીકથી કતલખાને લઇ જવાતી ગાયોને પોલીસે છોડાવી
પોલીસે બે શખ્સોને દબોચ્યા : ટ્રક અને મોબાઇલ સહિત છ લાખનો મુદ્દામાલ કબ્જે