જામનગર શહેરમાં સાધના કોલોનીમાં રહેતાં શખ્સના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન 11000 ની કિંમતનો દેશી દારૂનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોનીમાં બ્લોક નં.એમ-51 રૂમ નં.3865 માં રહેતો હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા નામનો શખ્સ તેના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની સિટી એ ડીવીઝનના પો.કો. વિક્રમસિંહ જાડેજા અને હેકો દેવાયત કાંબરીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ. જે.જલુ તથા સ્ટાફે રેઈડ દરમિયાન વિપુલ મહેન્દ્ર જોશી નામના શખ્સને રૂા.11000 ની કિંમતના 550 લીટર દેશી દારૂ ભરેલા 11 બાચકા સાથે ઝડપી લીધો હતો અને હિતેશ ચાવડાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.