Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં જુગાર રમાતા પાંચ સ્થળોએ પોલીસદરોડા

જામનગર શહેર-જિલ્લામાં જુગાર રમાતા પાંચ સ્થળોએ પોલીસદરોડા

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ,

  • પ્રથમ દરોડો, જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિનાયકપાર્ક વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા પારસ ઉર્ફે પરેશ રામજી ડગરા, ભાવેશ રાજુ ચૌહાણ, અતુલ ભોજા એરડીયા, નામોરી મેઘજી ડગરા, ગામજી નાથા દાફડા અને રમેશ ભીમા પરમાર નામના છ શખ્સોને રૂા.36,360 તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • બીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર ગામમાં જાહેરમાં જૂગાર રમતા અજય પરષોતમ શાહની, રામચંદ અંગુપ્રસાદ ચૌધરી, જયપ્રકાશ રાજેન્દ્ર શાહની, કનૈયાલાલ રામનરેશ નિશાંત, પ્રકાશકુમાર કલન્દરપ્રસાદ શાહની, રામજી મુળજી શાહની, રાજુ પખંડુ શાહની, સોનુ રાજકુમાર ગુપ્તા, લલન હરીગોવિંદ મહંતો, નરોતમ શંભુ શાહની, શંકરનિશાદ રામચંદર નિશાદ, બચાનુ રામચંદન શાહની અને શિવધારી બબુ યાદવ સહિતના 13 શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.25100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • ત્રીજો દરોડો, જામનગર શહેરના ઈન્દીરા સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.
  • ચોથો દરોડો,જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા ચિરાગ નાથા કારેણા અને સાલેમામદ હુશેન શેખ નામના બે શખ્સો અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.5770 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
  • પાંચમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.1 માંથી તીનપતિનો જૂગાર રમતા અકબર મામદ હરીપરીયા, રમેશ લાલજી જોગલ, ભોલા સુતારી ચૌધરી, આકાશ રઘુવીર રાઠોડ નામના ચાર શખ્સોને રૂા.6360 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular