Tuesday, March 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી પહેલાં પોલીસના પાંચ સ્થળોએ દરોડા

જામનગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી પહેલાં પોલીસના પાંચ સ્થળોએ દરોડા

ધ્રોલ પાસેથી 48 બોટલ દારૂ સાથે પ્રૌઢની ધરપકડ : પુત્રનું નામ ખુલ્યું : સાપર નજીકથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

- Advertisement -

ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.24000 ની કિંમતની 48 બોટલ દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી રૂા.1.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર સાંજના સમયે પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પસાર થતી જીજે-06-બીએ-0915 નંબરની હોન્ડા સીટી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી જુદી-જુદી બનાવટની રૂા.24 હજારની કિંમતની 48 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે મુળ અમરેલીના વતની અને જામનગરના જાંબુડા ગામમાં રહેતાં રમેશ ઉર્ફે કુકો પરશોતમ મારકણા નામના શખ્સની અટકાયત કરી તેની પાસેથી રૂા.500 ની કિંમતનો મોબાઇલ અને રૂા.દોઢ લાખની કિંમતની કાર મળી કુલ રૂા.1,98,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. રમેશની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો અને કાર તેના પુત્ર અક્ષય મારકણાએ આપી હોવાનું ખુલતા પોલીસે પિતાની ધરપકડ બાદ પુત્રની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે હેકો ડી પી વઘોરા તથા સ્ટાફે રેઇડ દરમિયાન જતિનસિંહ ઉર્ફે જતિયો મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા જાડેજાના મકાનમાંથી તલાસી લેતા રૂા.4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે જતિનસિંહની ધરપકડ કરી હતી.

- Advertisement -

જામજોધપુર તાલુકાના સમાણા ગામ નજીકથી પસાર થતા હશન ઈબ્રાહિમ શેખ નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.15,00 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાંથી પસાર થતા ગીરીશ ઉર્ફે ખેડિયો લખમણ બુસા નામના મજૂરી કામ કરતા શખ્સને આંતરીને તલાસી તેના તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ગીરીશની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા તેના ભાઇ દિપકની સંડોવણી ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર તાલુકાના સાપર ગામના પાટીયા નજીકથી પસાર થતી જીજે-01-આરએન-0836 નંબરની બલેનો કારને સીક્કા પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા. 400 ની કિંમતની 500 એમ.એલ. ઈંગ્લીશ દારૂ ભરેલી બોટલ મળી આવતા પોલીસે યજુર્વેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર અને યુવરાજસિંહ ઉમેદસિંહ રાઠોડ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular