જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા સ્થળોએ હર્બલ ટોનિક (હર્બી) માં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાથી આ બોટલોનું વેંચાણ કરાતા સ્થળે જામનગર પોલીસે વ્યાપક દરોડા પાડી ચાર સ્થળોએથી 2632 નંગ હર્બલ ટોનિકની બોટલો કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં જુદાં-જુદાં સ્થળોએ પાન અને કોલ્ડ્રીંકસની દુકાનેથી હર્બલ ટોનિક (હર્બી) પ્રોડકટસનું વેંચાણ બેરોકટોક કરાતું હતું. આ પ્રોડકટમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાથી નશો થઈ જતો હોય છે. આવી પ્રોડકટના વેંચાણને દામવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ કડક કાર્યવાહીની સૂચના આપી હતી. જે સંદર્ભે પોલીસે જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડયા હતાં. જેમાં પ્રથમ દરોડો પો.કો. રવિ શર્મા અને વિજય કાનાણીને મળેલી બાતમીના આધારે સ્ટાફે દિગ્વીજય પ્લોટ 34 માં આવેલા ઓમકાર સેલ્સ નામની પેઢીના ગોડાઉનમાંથી રેઈડ દરમિયાન પોલીસે રૂા.1,65,000 ની કિંમતની 1150 હર્બલ ટોનિક (હર્બી)ની બોટલો કબ્જે કરી ચંદ્રેશ રમેશ નંદા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ બીજો દરોડામાં પો.કો. વિજય કાનાણી, રવિ શર્માને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા સહિતના સ્ટાફે જામનગરના સાધના કોલોની બ્લોક નં.એલ-2 અને રૂમ નં.2252 માં રાજેશ શાંતિલાલ વસીયરના મકાનની સામે આવેલા બ્લોક નં.એન-6 માં ગ્રાઉન્ડ ફલોરના બ્લોકમાંથી રેઈડ દરમિયાન રૂા.1,28,075 ની કિંમતની 855 નંગ હર્બલ ટોનિક (હર્બી) નામની બોટલો કબ્જે કરી રાજેશ વસીયર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના ગાગવાધાર નજીક હેકો જશપાલસિંહ જેઠવા, ભગીરથસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ વાય.બી. રાણા, હેકો ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, સુખદેવસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જય બજરંગી હોટલમાંથી જુદી-જુદી બ્રાન્ડની નશાકારક પીણાની રૂા.52700 ની કિંમતની 374 નંગ બોટલો કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
ચોથો દરોડો, જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક પીએસઆઈ આર.ડી.ગોહિલ અને હેકો વી.વી.બકુત્રાને મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મહેન્દ્રસિંહ ચનુભા જાડેજાના કબ્જાની ગોકુલ હોટલમાં રેઈડ દરમિયાન રૂા.39,070 ની કિંમતની નશાકારક કેફી પીણાની 253 બોટલો કબ્જે કરી હોટલ સંચાલક અને પીણુ બનાવનાર કંપની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા હેકો વી.વી.બકુત્રા, કનુભાઈ જાટીયા, નિકુલસિંહ જાડેજા, મેશુરભાઈ શિયાર સહિતના સ્ટાફે કરી હતી.