Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસની મહિલા કોર્પોરેટર વિરૂધ્ધ ફરજ રૂકાવટ અને ધમકીની પોલીસ ફરિયાદ - VIDEO

કોંગ્રેસની મહિલા કોર્પોરેટર વિરૂધ્ધ ફરજ રૂકાવટ અને ધમકીની પોલીસ ફરિયાદ – VIDEO

સોલાર પેનલધારકોને વધુ વિજબિલો આવતાં હોવાની રજૂઆત : રચના નંદાણિયા નાયબ ઇજનેરની ઓફિસમાં લાકડી લઇને પ્રવેશ્યા : અધિકારી અને કર્મચારીઓ સાથે ગેરવર્તન : સ્યૂસાઇટ કરી લેવાની ધમકી : એટ્રોસિટી અને ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં સોલાર પેનલ હોવા છતાં ઇલેકટ્રીક બીલ વધુ આવ્યાની રજૂઆત માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર સાથે લાકડી લઇને આવેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અધિકારીની ફરજમાં રૂકાવટ કરી મોબાઇલ ફોનની લૂંટ કરી ઘા કર્યા બાદ નુકસાન કર્યું હતું અને પીજીવીસીએલ વિભાગ વિરુધ્ધ ઉશ્કેરણી કરી સૂસાઇટ કરી લેવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે ડીવાયએસપી દ્વારા કોર્પોરેટર વિરુધ્ધ એટ્રોસિટી અને ફરજ રુકાવટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં અનેક સોલાર પેનલ ધરાવતાં વિજ ગ્રાહકોને ઇલેકટ્રીક બિલ વધુ આવ્યા હતાં. જે બાબતની રજૂઆત કરવા માટે ગઇકાલે સવારે  મહાનગરપાલિકાની કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા અને તેની સાથે એક વ્યક્તિએ લાકડી લઇને પીજીવીસીએલના નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં અજયભાઇ કરશનભાઇ પરમારની ઓફિસમાં રજૂઆત કરવા ગયા હતાં અને તે દરમિયાન મહિલા કોર્પોરેટરે અધિકારી સાથે ગેરવર્તન કરી લાકડી ઉગામી માર મારવાની ધમકી આપી હતી અને અધિકારીનો 10000ની કિંમતનો મોબાઇલ ફોન ઝૂંટવી લઇ ઘા કરી નુકસાન પહોંચાડયું હતું. તેમજ પોલીસમાં ફરિયાદ કરશો તો તમને જોઇ લઇશ તેવી ગર્ભિત ધમકી આપી હતી. ઉપરાંત સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા લોકોને ગેરકાનૂની કામ કરવા ગેરમાર્ગે દોર્યા હતાં તથા જીઇબી દ્વારા લાગાડવામાં આવેલા સ્માર્ટ મિટરોમાં વધુ બિલો ફટકારવાના હોવાનું જણાવી પીજીવીસીએલ વિભાગ વિરુધ્ધ ઉશ્કેરણી કરી સ્યૂસાઇટ કરી લેવાની ધમકી આપી હતી અને નાયબ ઇજનેર તથા અન્ય કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હતી.

- Advertisement -

આ બનાવ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર અજયભાઇ દ્વારા રચના નંદાણિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા એટ્રોસિટી અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધી મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાની અટકાયત કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular