Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવાનનું મકાન પચાવી પાડનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

જામનગરના યુવાનનું મકાન પચાવી પાડનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

ઠેબાના શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ તપાસ : સરદાર પાર્ક-4નું મકાન પચાવી પાડયું

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડીમાં માધવવિલા-2માં રહેતાં યુવાનની ઠેબા ચોકડી પાસે સરદાર પાર્કમાં આવેલી જમીન જામનગરના શખ્સે પચાવી પાડયાની કરેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના નવાવિરપર ગામનો વતની અને હાલ નાઘેડીમાં માધવ વિલા-2માં રહેતા મયૂરભાઇ મનસુખભાઇ વાઘેલા નામના યુવાનની ઠેબા ચોકડી પાસે આવેલા સરદાર પાર્ક-4માં 598 પૈકી/1ના સબપ્લોટ 4/4ની જમીન ઠેબાના સરદાર પાર્કમાં રહેતા જીવણ સાજા હાથીયા નામના શખ્સે પચાવી પાડી મકાનનો ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. આ મકાન પચાવી પાડવા સંદર્ભે મયૂર દ્વારા જિલ્લા કલેકટર ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસ બાદ ડીવાયએસપી એમ.બી. સોલંકી તથા સ્ટાફે મયૂરના નિવેદનના આધારે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular