જામનગર સિટી એ પોલીસે રૂા.4,80,000 ની કિંમતના કુલ 12 નંગ ચોરાઉ મોટરસાઈકલ સાથે ચાર શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સિટી એ ના પોકો વિજયભાઈ કાનાણી, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા તથા યોગેન્દ્રસિંહ સોઢાને જામનગર શહેરના વસંતવાટીકા, શેરી નં.3 માં રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે રાજભા નરેન્દ્રસિંહ જાડેજા તથા તેના મિત્રો મુકેશ ઉર્ફે કારીયો પાલાભાઈ માડમ, યોગીરાજસિંહ ઉર્ફે યોગી વેલુભા જાડેજા અને વિજયસિંહ હઠીસિંહ જાડેજા દ્વારા જામનગરમાંથી ચોરી કરેલ મોટરસાઈકલો વેંચવા માટે વસંત વાટીકા અંદર રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટ પાર્કિંગમાં ભેગા કર્યા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા તથા પીઆઈ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, વિજયભાઈ કાનાણી સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન દિવ્યરાજસિંહ ઉર્ફે રાજભા નરેન્દ્રસિંહ જાડેજા તથા તેના મિત્રો મુકેશ ઉર્ફે કારીયો પાલાભાઈ માડમ, યોગીરાજસિંહ ઉર્ફે યોગી વેલુભા જાડેજા અને વિજયસિંહ હઠીસિંહ જાડેજા નામના ચાર શખ્સોને કુલ રૂા.4,80,000 ની કિંમતના 12 નંગ ચોરીના મોટરસાઈકલ સાથે ઝડપી લીધા હતાં.