Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસગીરાનું અપહરણ કરનાર શખ્સને રાજસ્થાનમાંથી પોલીસે દબોચ્યો

સગીરાનું અપહરણ કરનાર શખ્સને રાજસ્થાનમાંથી પોલીસે દબોચ્યો

જામનગર જિલ્લાના પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ વિસ્તારમાં થયેલા અપહરણના બનાવમાં પોલીસે સગીરા અને આરોપીને ઝડપી લઇ સગીરાને તેના વાલીઓને સોંપી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં નોંધાયેલા સગીરાના અપહરણના કેસમાં આરોપી અંગેની પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ તપાસ આરંભી હતી. દરમ્યાન પો.કો. ભયપાલસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજા દ્વારા ટેકનીકલ એનાલિસીસ અને બાતમીના આધારે અપહરણ કરનાર હાર્દિક ઉર્ફે ટકો રમેશ હરિભાઇ મકવાણા (ઉ.વ.23) નામનો શખ્સ રાજસ્થાનના બાલોતરામાં હોવાની માહિતીના આધારે પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ મયૂરસિંહ જાડેજા, પો.કો. ભયપાલસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફએ રાજસ્થાનના બાલોતરા પહોંચી જઇ સગીરા અને હાર્દિકને દબોચી લીધા હતા. તેમજ સગીરાને તેના પરિવારજનોને સોંપી આપી હતી. ત્યારબાદ પોલીસે હાર્દિકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular