Sunday, December 14, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયચીનમાં સોશિયલ મીડિયા યુઝર્સમાં છવાયા પીએમ મોદી

ચીનમાં સોશિયલ મીડિયા યુઝર્સમાં છવાયા પીએમ મોદી

‘મોદી લાઓકિસયન’ ના ઉપનામથી મોદીને સન્માનિત ભારત-ચીન સરહદી વિવાદ : છતાપણ મોદી ફેવરીટ

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો હોય છતા ચીનના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિશેષ સન્માન ધરાવે છે. અમેરિકી મેગેઝિન ડિપ્લોમેટમાં લખાયેલા એક લેખના મુજબ ચીનના લોકો પીએમ મોદીને આદરપૂર્વક ‘મોદીલાઓકિસયન’ કહે છે જેનો અર્થ ‘મોદી અમર છે’ હાલ બંને દેશો વચ્ચે સરહદી વિવાદ ચાલતો હોય ત્યારે લોકોમાં આટલું સન્માન મળવું મોટી વાત છે.

- Advertisement -

ચાઇનીઝ સોશિયલ મીડિયા ‘સિના વેઈબો’ તેના વિશ્લેષણ માટે પ્રખ્યાત પત્રકાર મુ ચુનશાને પણ પીએમ મોદી વિશે ઘણું કહ્યું છે. લોકો માને છે કે, મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્ર્વના મોટા દેશો વચ્ચે સંતુલન રાખ્યું છે. કેટલાંક ચીની નાગરિકો કહે છે કે, ભારતે અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા છે. ‘લાઓકિસઅન’ શબ્દ મોદી પ્રત્યે ચીનની જનતાની લાગણી દર્શાવે છે. આમ, વડાપ્રધાન મોદીએ ચીનના નાગરિકોમાં પણ પ્રખ્યાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular