વિશ્વની સૌથી મોટી સોલાર પાવર વિકાસકાર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયો કંપનીઓની રિન્યુએબલ એનર્જીના અંગ અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) ને પર્યાવરણમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ મેનેજમેન્ટ શ્રેણીમાં ગ્રો કેર ઈન્ડિયા એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ્સ 2022 દ્વારા પ્રતિષ્ઠિત ’પ્લેટિનમ એવોર્ડ’ થી નવાજવામાં આવી છે. આ પુરસ્કર ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેના હસ્તે આપવામાં આવ્યો હતો.
પર્યાવરણીય વ્યવસ્થાપનમાં ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા અને ચિંતા દર્શાવતી કંપનીઓ અને તેમના એકમો તેમજ તેમની પોતાની કામગીરીને વધારવા અને સુધારવા ઈચ્છુક સંસ્થાઓ.પાસેથી ગ્રો કેર ઈન્ડિયાએનોમિનેશન આમંત્રિત કર્યા હતા. નિષ્ણાત જ્યુરી સભ્યોની પેનલ સમક્ષ પેપર પ્રેઝન્ટેશન બાદ અને સંસ્થાની પર્યાવરણીય પ્રત્યેની પ્રતિબદ્ધતા, જોખમ વ્યવસ્થાપન અભિગમ અને લક્ષ્યો હાંસલ કરવા માટેની પહેલના આધારે આકારણી કર્યા બાદ.પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી
આ પુરસ્કાર AGEL ના ઉત્કૃષ્ટ યોગદાન, સંકલ્પો અને પર્યાવરણ ઉપર સકારાત્મક અસર કરનારી ક્રિયાઓને માન્યતા આપે છે.પર્યાવરણ અને ટકાઉપણા પ્રત્યે સંસ્થાના ગતિશીલ અભિગમમાં તેનું મજબૂત વહીવટી માળખું, સચોટ કામગીરી અને CSR ની પહેલોનું પ્રતિબિંબ જોઈ શકાય છે. AGEL ની તમામ ઓપરેટિંગ સાઇટ્સને સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી સ્વરુપેે પ્રમાણિત કરવામાં આવી છે. ઉપરાંત AGEL ની 100% ઓપરેટિંગ ક્ષમતાને નાણાકીય વર્ષ-23 માં ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ (ZWL) ઇન્ટરટેક દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ2025 સુધીમાં અદાણી ગ્રીન એનર્જી લિ.200 મેગાવોટથી વધુના પ્લાન્ટ માટે જળ તટસ્થતા હાંસલ કરવા માટે સંકલ્પબધ્ધ છે. તેણે ઈન્ડિયા બિઝનેસ એન્ડ બાયોડાયવર્સિટી ઈનિશિએટિવ પર હસ્તાક્ષર કર્યા છે અને બાયોડાયવર્સિટીને ‘નો નેટ લોસ’ ના હેતુ સાથે કારોબાર કરવા પ્રતિબદ્ધ છે. કંપની હાલ તેની સપ્લાય ચેઇનને વધુ ડીકાર્બોનાઇઝ કરવા માટે તેના મૂલ્યવાન ચેઇન ભાગીદારો સાથે જોડાઈ રહી છે.