Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતસ્વીટી પટેલની હત્યા પતિ પોલીસ ઇન્સ્પેકટરે જ નિપજાવ્યાની કબૂલાત

સ્વીટી પટેલની હત્યા પતિ પોલીસ ઇન્સ્પેકટરે જ નિપજાવ્યાની કબૂલાત

- Advertisement -

અમદાવાદ ક્રાઇમ બાંચે દોઢ માસથી વણઉકેલ રહેલા હત્યાના કેસનો આજે ભેદ ઉકેલી દિધો છે. વડોદરા એસઓજીના તત્કાલિન પીઆઇએ તેની પત્નિની હત્યા નિપજાવ્યાની કેફિયત આપતા રાજ્યમાં ચકચાર જાગી છે. જો કે, છેલ્લાં એક મહિનાથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસની સયુંકત તપાસમાં સ્વીટી મહેન્દ્ર પટેલ ગુમ થયા બાદ આજે તેની હત્યા તેણીના જ પોલીસ ઇન્સ્પેકટર પતિ અજય દેસાઇએ કરી હતી. ક્રાઇમ બ્રાંચે પોલીસ ઇન્સ્પેકટર વિરૂધ્ધ હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

ચકચારી હત્યાના બનાવની વિગત મુજબ, વડોદરા જિલ્લામાં એસઓજી પીઆઇ તરીકે ફરજ બજાવતા અજય દેસાઇની પત્નિ સ્વીટી મહેન્દ્ર પટેલ 49 દિવસ પૂર્વે લાપતા થયા બાદ આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે પીઆઇ દેસાઇના કરજણ સ્થિત પ્રયોસા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કરી જીણવટ ભરી તપાસ હાથ ધરતાં મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. દરમિયાન 5 જૂનના રોજ સ્વીટી પટેલ ગુમ થયા બાદ આજે તેણીના જ પતિ અને પોલીસ ઇન્સ્પેકટર અજય દેસાઇએ તેની હત્યા નિપજાવ્યાની ક્રાઇમ બ્રાંચ સમક્ષ કેફિયત આપતા 49 દિવસથી વણઉકેલ સ્વીટી પટેલ હત્યા કેસ પરથી રહસ્યમય પડદો ઉચકાયો છે.

સ્વીટી પટેલે વર્ષ 2016માં પીઆઇ દેસાઇ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતાં. ત્યારબાદ પીઆઇએ વર્ષ 2017માં અન્ય યુવતિ સાથે લગ્ન કરવાથી બંને પત્નિને સાથે રાખવી મુશ્કેલ હોવાથી સ્વીટી પટેલને હત્યા નિપજાવી હતી. પીઆઇએ હત્યા કર્યા બાદ સ્વીટીની લાશને કારમાં લઇ જઇ દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા ત્રણ માળના અવાવરૂ બીલ્ડીંગમાં લઇ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular