Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપોલીસ ભરતીની શારીરિક કસોટી 3 ડીસેમ્બરથી, આ તારીખથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

પોલીસ ભરતીની શારીરિક કસોટી 3 ડીસેમ્બરથી, આ તારીખથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

- Advertisement -

ગુજરાતમાં 10 હજારથી વધુ પદ માટે પોલીસ ભરતી યોજાવાની છે. પીએસઆઈ અને એલઆરડીની ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ૩ ડીસેમ્બેરથી પીએસઆઇ અને એલઆરડીની શારીરિક કસોટીનો પ્રારંભ થશે. ઉમેદવારો 26 નવેમ્બરથી ઓજસ વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

- Advertisement -

આઈપીએસ ઓફીસર હસમુખ પટેલે ટ્વીટ મારફતે જાણકારી આપતા કહ્યું છે કે પોલીસ ભરતીની શારીરીક કસોટી ૩ ડિસેમ્બરથી શરૂ થશે. ૨૬ નવેમ્બરથી ઓજસ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે લોકરક્ષક તથા પી.એસ.આઇ ભરતી બોર્ડની વેબસાઈટ પર છે. ઘણા ઉમેદવારો રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હોવાથી પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી તેમ પણ જણાવ્યું છે.

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક કેડરની અને PSIની 1 હજાર 382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે. જેમાં સાડાત્રણ લાખ જેટલી મહિલા ઉમેદવારો છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular