Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ વોટ્સએપ દ્વારા મળશે ફરીયાદ કરવાની સુવિધા - VIDEO

પીજીવીસીએલ વોટ્સએપ દ્વારા મળશે ફરીયાદ કરવાની સુવિધા – VIDEO

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીજળી ગ્રાહકોને વધુ સહજતા મળે તે હેતુસર પીજીવીસીએલ (PGVCL) દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. હવે ગ્રાહકો પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધા વોટ્સએપ પર વીજળી સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે.

- Advertisement -

આ સેવા શરૂ થવાથી નાગરિકોને ઓફિસ સુધી જવાની જરૂર નહીં રહે અને વીજળી સંબંધિત સમસ્યાઓ વોટ્સએપના માધ્યમથી સરળતાથી નોંધાવી શકાશે.

- Advertisement -

ગ્રાહકોને ફક્ત નિર્ધારિત વોટ્સએપ નંબર પર પોતાની વિગત મોકલવી પડશે, જેના આધારે ફરિયાદ નોંધી તરત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી પીજીવીસીએલ તરફથી ઝડપી નિવારણ અને પારદર્શક સેવા પ્રદાન થવાની શક્યતા વધી રહી છે.

કોઇપણ મદદ કે ફરિયાદ માટે તમારી નજીકની PGVCL સબ-ડિવિઝન કચેરી અથવા પેટા વિભાગ કચેરીમાં સંપર્ક કરો

- Advertisement -

કોલ કરો Dial: 19122 અથવા Dial : 1800 233 155 333

વોટસએપ કરો : 95120 19122

નવી ડિજિટલ સેવા વીજળી ગ્રાહકોને ઘરઆંગણે જ સગવડ આપે તેવો અનોખો પ્રયાસ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular