Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલ-ડીઝલનો ભાવવધારો : પ્રધાનમંત્રીને પત્ર લખતાં સોનિયા ગાંધી

પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો : પ્રધાનમંત્રીને પત્ર લખતાં સોનિયા ગાંધી

પાછલી સરકારો પર ઠિકરું ફોડવું વ્યાજબી નથી, પત્રમાં લખ્યું

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈંધણના વધી રહેલા ભાવને લઈને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે ઈંધણની કિંમત ઐતિહાસિક અને અવ્યવહારીક છે. ઈંધણના વધી રહેલા ભાવ પરત લેવામાં આવે અને તેનો લાભ તમામ મધ્યમ અને વેતનભોગી વર્ગ, કિસાનો અને ગરીબો સુધી પહોંચાડવામાં આવે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, જે રીતે જીડીપી સંકટમાં છે અને ઈંધણની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના ઉપર સરકાર પોતાની આર્થિક અવ્યવસ્થાનું ઠિકરું અગાઉની સરકાર ઉપર ફોડી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ મુક્યો હતો કે સરકાર લોકોની તકલીફો વધારે નફાખોરી કરી રહી છે.

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્રની શરૂઆતમાં લખ્યું હતું કે, આ પત્ર આસામાનને અડકી રહેલી તેલ અને રસોઈ ગેસની કિંમતથી દરેક નાગરીકોની પીડા અને સંકટથી અવગત કરાવવા માટે લખ્યો છે. એક તરફ ભારતમાં રોજગાર ખતમ થઈ રહ્યો છે. કર્મચારીઓનું વેતન ઘટાડવામાં આવી રહ્યું છે અને ઘરેલૂ આવક સતત ઘટી રહી છે. તેવામાં ઝડપથી વધી રહેલી મોંઘવારી અને ઘરેલું સામાન અને દરેક જરૂરી વસ્તુની કિંમતમાં વધારાથી પડકારોને વધારે ગંભીર બનાવ્યા છે. ખેદ એ વાતનો છે કે સંકટના આ સમયમાં પણ ભારત સરકાર લોકોની પીડા દૂર કરવાને બદલે તકલીફ વધારીને નફાખોરી કરી રહી છે.

સોનિયા ગાંધીએ આગળ કહ્યું હતું કે, ઈંધણની કિંમત ઐતિહાસિક રીતે ઉંચાઈએ પહોંચી છે. જે પુરી રીતે અવ્યવહારીક છે. તથ્ય છે કે દેશના ઘણા ભાગમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિલિટરે પહોંચી છે. ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારાએ કિસાનોની પરેશાની વધારી દીધી છે. દેશના તમામ નાગરીક એ વાતથી પરેશાન છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત મધ્યમ સ્તરે છે તેવા સમયે કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ક્રૂડની આ કિંમત યુપીએ સરકારના કાર્યકાળના સમયથી અડધી છે. સોનિયા ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સમજાય નથી રહ્યું કે કોઈ સરકાર લોકોની કિંમત ઉપર ઉઠાવવામાં આવેલા બેપરવાહ અને અસંવેદનશીલ ઉપાયોને યોગ્ય કેવી રીતે ઠેરવી શકે ? વર્તમાન સરકારે ડીઝલ ઉપર એક્સાઈઝ ડયૂટીને 820 ટકા અને પેટ્રોલને 258% વધારીને છેલ્લા છ વર્ષમાં 21 લાખ કરોડથી વધુની કર વસુલી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular