તાજેતરમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. અત્યંત આધારભુત સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં પક્ષે આગામી વિધાનસભાની વિવિધ રાજયોની ચૂંટણીઓ લડવા માટે પોતાના રાજયોના એકમો પાસેથી નાણાંની એટલે કે, ફંડની માંગણી કરી છે.
2014 પછી અને ખાસ કરીને કોરોનાકાળ બાદ કોંગ્રેસ પાર્ટી નાણાંભીડ અનુભવી રહી હોવાનું જાણવા મળે છે. ગત મહિને પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજયના કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તે દરમ્યાન પણ ફંડની વાતચીત થઇ હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે પક્ષના રાજયના વડા પાર્ટી સાથે નાણાંકીય બાબતોમાં ગાઢ રીતે સંકળાયેલા હોય છે. પક્ષની તાજેતરમાં રાષ્ટ્રીય બેઠકમાં ફંડનો મુદ્દો વિસ્તૃત રીતે ચર્ચાયો હતો.
અત્રે નોંધનીય છે કે, દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ મજબુત બની રહી છે અને પાછલાં પાંચ છ વર્ષથી સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી ઘસાઇ રહી છે. હાલમાં કોંગ્રેસ પાસે માત્ર ત્રણ રાજયો પંજાબ, રાજસ્થાન અને છતીસગઢ રહ્યા છે.