Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરઆજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો: જામનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.100ની નજીક

આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો: જામનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.100ની નજીક

- Advertisement -

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોચી ગયા છે. આજે ફરી એક વખત પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે. જામનગરમાં આજે 6 ઓક્ટોબરના રોજ પેટ્રોલનો ભાવ રૂ.99.73 અને ડીઝલના ભાવ રૂ.98.51 થયા છે.

- Advertisement -

એક સપ્તાહમાં ઇંધણના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવતા દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થયા છે. ગુજરાતમાં પણ ભાવનગર, ભરુચ અને મહુઆમાં પેટ્રોલનો ભાવ રૂ.100થી પણ વધુ છે. સ્થાનિક ટેક્સના આધારે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. ઓક્ટોબરમાં એક સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવમાં આ પાંચમી વખતનો વધારો છે. 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી ડીઝલની કિંમતમાં 2 રૂપિયા 80 પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે 28 સપ્ટેમ્બરથી પેટ્રોલ પ્રતિ લીટર 1 રૂપિયા 80 પૈસા મોંઘુ થયું છે. આમ, હવે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચવા આવ્યો છે. સરકારી તેલ કંપનીઓ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular