સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીમાં ચૂંટણી પંચ દ્વારા 303 પાનાનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના જોઇન્ટ કમિશનર એ.એ.રામાનુજે સોગંદનામામાં ઉલ્લેખ કર્યો હતો કે, અરજદારોની પીટીશન ટકવાપાત્ર નહીં હોવાથી કોર્ટ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. ચૂંટણીપંચ બંધારણીય દરજજો ધરાવતી સ્વાયત સંસ્થા હોવાથીઆ પ્રકારની કોઇ પક્ષાપક્ષીમાં પંચ પડે તેઆરોપ પાયાવિહોણો છે.
ભૂતકાળમાં પણ મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ અલગ-અલગ તારીખે યોજાઇ હોવાની અને પરિણામો પણ અલગ-અલગ તારીએ રજૂ કરાયા હોવાનો ઉલ્લેખ પણ સોગંદનામામાાં કરાયો હતો. મતગણતરી અલગ-અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઇ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી. ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રકારની અરજી ન થઇ શકે તેવી પણ ચૂંટણીપંચે રજૂઆત કરી હતી.
ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેવામાં આ અરજીનો કોઇ હેતુ જ સિધ્ધ થતો નથી. આ મામલે વધુ સુનાવણી આજે મંગળવારે હાથ ધરાશે.