Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસોશ્યલ મીડીયામાં ફેક એકાઉન્ટ બનાવીને ધમકી આપનાર શખ્સને દબોચી લેવાયો

સોશ્યલ મીડીયામાં ફેક એકાઉન્ટ બનાવીને ધમકી આપનાર શખ્સને દબોચી લેવાયો

સાયબર સેલ દ્વારા ભાણવડના શખ્સની અટકાયત

- Advertisement -

આધુનિક યુગમાં ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઈલ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વિગેરેનો ઉપયોગ અનિવાર્ય છે. અમુક લોકો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી મહિલાઓને બ્લેકમેઇલ તથા જાતીય સતામણી કરી ગુનાઓ આચરતા હોય છે. જે બાબતને દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ગંભીરતાથી લઇ, સાયબર ક્રાઇમ સેલને આવા ગુનાઓ શોધી કાઢવા હૂકમ કર્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતી એક યુવતીના કોઇ અજાણ્યા શખ્સે તેમના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા તેમની ફઇની દિકરીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં ફરિયાદીના ફોટાને મોર્ફ કરી બિભત્સ બનાવી મોકલેલ. ત્યાર બાદ ફરીયાદી યુવતીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આરોપીએ બિભત્સ મેસેજ કરવા તથા ઘમકીઓ આપીને યુવતીની ઓનલાઇન જાતિય સતામણી કરી, સમાજમાં બદનામ કરવાની કોશિષ કરવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરીયાદ અરજી બાદ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી, સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી હતી.

આ પ્રકારના બનાવમાં ભોગ બનનાર વ્યક્તિ ગભરાઈને આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે. જે બાબતને ધ્યાને લઇ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક રાધવ જૈનના માર્ગદર્શન હેઠળ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચ તથા તેમની ટીમ દ્વારા તમામ પ્રકારની ટેકનીકલ માહિતીઓ એકત્ર કરીને આરોપીઓનું પગેરૂ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં ભાણવડના વેરાડ નાકા પાસે આઝાદ ચોક ખાતે રહેતા મોહીત લલીતકુમાર ભોગાયતા નામના 19 વર્ષના વિદ્યાર્થી યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મોહીત ભોગાયતા હાલ જામનગર ખાતે બી.કોમ.ના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે ફરીયાદીના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની ઓળખ છુપાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પરંતુ ફરીયાદીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસેપ્ટ ના કરતા, ફરીયાદીને હેરાન તથા બદનામ કરવાના ઇરાદાથી આરોપીએ ફરીયાદીના ઓરીજનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફોટા ડાઉનલોડ કરી ફેસબુકમાં આવતી જાહેરાતમાં ફોટો એડીટ કરવાની લિંક પર જઇને ફરીયાદીના બે ફોટા મોર્ફ કરીને ન્યુડ ફોટો બનાવ્યા હતા. પોતે બનાવેલા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફઇની દિકરીને મેસેન્જરમાં ફરીયાદીના મોર્ફ કરેલા બે ન્યુડ ફોટા મોકલી તથા ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આ કામના આરોપીએ બિભત્સ મેસેજ પણ કર્યા હતા અને ધમકીઓ આપી હોવાની પણ કબુલાત કરી છે. હાલમાં આ ગુનાની આગળની તપાસ ડી.વાય.એસ.પી. સમીર સારડા ચલાવી રહ્યા છે.

આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ સેલના પી.આઈ. એ.વાય. બલોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી તથા મુકેશભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા જનતા જોગ અપીલ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જાહેર જનતા જોગ અપીલ છે કે, આપને કયારેય અજાણ્યા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એપ પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવે તો સાવધાન રહેવુ અને આવી રિકવેસ્ટ સ્વીકારવી નહી. આ પ્રકારે કોઇ અજાણ્યા શખ્સ અથવા ફેક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી જાતીય સતામણી કે કોઇ અન્ય હેરાનગતી કરતા અથવા બ્લેક મેઇલીંગ કરતા મેસેજ આવે તો તાત્કાલીક દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

વધુમાં તેમણે આ પ્રકારની વિકૃત પ્રવૃતિ આચરનાર અસામાજિક તત્વોને ચેતવણી આપી છે કે, આ પ્રકારે કોઇપણ યુવતીને સતામણી કરવામાં આવશે તો તેને શોધી કાઢી, તેના વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular