જામનગર તાલુકાના ધુતારપર, ધુળશીયા, અલીયાબાડા સહિતના અનેક ગામોમાં સોમવારે આવેલા વિનાશક પૂરથી બેટમાં ફેરવાયા હતાં તો અસંખ્ય વિજપોલ ધરાશાયી થતાં ગામોમાં વિજપુરવઠો ખોરવાયો હતો. 48 કલાક થયા વિજ પુરવઠો ન હોવાના કારણે અલિયાબાડા ગામમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાતા લોકો નદી અને વોકળામાં વહેતા પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. તો કેટલાંક સેવાભાવી લોકો રામપરથી પાણીના ટેન્કરથી પીવાનું પાણી મોકલી રહ્યાં છે.