આઇપીએલ ફાઇનલ મેચની ટિકીટ માટે કેબિનેટ મંત્રીને ફોનનો મારો શરૂ થયો છે. જેમાં ટિકીટ માટે લોકોએ રાઘવજી પટેલને ફોન કરતાં મંત્રી કંટાળ્યા છે. તેમાં જાહેરમંચ ઉપરથી મંત્રીએ કહ્યું લોકોએ મેચ જોવા ખૂબ ફોન કર્યા છે.
અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોન શરૂ થયા છે. વિશ્ર્વના સોથી મોટા સ્ટેડિયમમાં મેચની ટિકીટ માટે લોકોએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ફોન કરતાં મંત્રી કંટાળી ગયા છે. તેથી રાજકોટમાં જાહેર મંચ ઉપરથી મંત્રીએ કહ્યું છે કે, લોકોએ મેચ જોવા બહુ ફોન કર્યા છે. ટિકીટ આપો ટિકીટના ફોન બહુ આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આઇપીએલ ની 2023ની છેલ્લી બે મેચ જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.કવોલિફાયર-ર અને ફાઇનલની ટિકીટ ખરીદવા માટે સ્ટેડિયમમાં દર્શકોની લાંબી કતારો લાગી હતી. સૂર્યપ્રકાશ અને આકરી ગરમી પણ ક્રિકેટ ચાહકોના ઉત્સાહને ઓછો કરી શકયા નથી. સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને લોકો આઇપીએલના બીજા કવોલિફાયર અને ફાઇનલની મજા માણવા ટિકીટ ખરીદવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચી રહયા છે. આ બન્ને મેચોની ટિકીટ પણ ઓનલાઇન ખરીદી શકાશે. આઇપીએલ 2023ના બીજા કવોલિફાયર માટે ટિકીટની કિંમત રૂા. 800થી શરૂ થાય છે. બીજા કવોલિફાયર માટે સૌથો મોંઘી ટિકીટ રૂા. 10,000 રૂપિયા છે. જે મુલાકાતીઓ તેને ખરીદશે તેઓ પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેસી શકશે. કવોલિફાયર-ર અને ફાઇનલની ટિકિટને લઇને ભારે રસાકસી ચાલી રહી છે. આઇપીએલ 2023 ફાઇનલ માટેની ટિકિટ પેટીએમ ઇન્સાઇડર પર ઉપલબ્ધ છે. ફાઇનલ માટેની ટિકીટ પેટીએમ એપ અને વેબસાઇટ બન્ને પર ઉપલબ્ધ છે.
લ્યો…બોલો, લોકોએ મંત્રી પાસે માંગી IPLની ટિકીટ
ટિકીટ માટેના ફોનના મારાથી કૃષિમંત્રી રાઘવજી પટેલ કંટાળ્યા