Monday, December 23, 2024
Homeરાજ્યરાજકોટ રેલવે ડીવીઝનમાં પેન્શન અદાલત યોજાઈ

રાજકોટ રેલવે ડીવીઝનમાં પેન્શન અદાલત યોજાઈ

- Advertisement -

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના આધારે બધા મામલા માં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 62 કેસ મળ્યા હતા, આ તમામ કેસોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કુલ 12 પેન્શન પે ઓર્ડર (PPO) જારી કરવામાં આવ્યા હતા જે ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર જી પી સૈની દ્વારા નિવૃત્ત રેલવે કર્મચારીઓને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા. જૈને ઉપસ્થિત તમામ પેન્શનરોને ખાતરી આપી હતી કે માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ પેન્શનરોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને કર્મચારી અને હિસાબ વિભાગ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. પેન્શન અદાલતમાં 55 જેટલા વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતનું સુખદ સમાપન થયું હતું. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર મનીષ મહેતા, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર કિરણેન્દુ આર્ય અને એકાઉન્ટ્સ અને પર્સનલ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી પેન્શન અદાલતને સફળ બનાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular