Saturday, December 27, 2025
HomeવિડિઓViral Videoમોરની મિત્રતાનો ભાવુક VIDEO : એકનું મોત થતા બીજો મોર દફનાવવા પણ...

મોરની મિત્રતાનો ભાવુક VIDEO : એકનું મોત થતા બીજો મોર દફનાવવા પણ સાથે ગયો

દફનાવ્યા બાદ પણ ઉદાસ મોર કલાકો સુધી ખેતરમાં બેસી રહ્યો

સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. મોરની મિત્રતાનો આ વિડીઓ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત છે. રાજસ્થાનના નાગૌર જીલ્લાના કુચેરા વિસ્તારના થાલા ધાનીમાં બે દિવસ પહેલા એક 8 વર્ષના મોરનું મોત થઇ ગયું હતું. ત્યારે તેનો સાથી મિત્ર મોર ઉદાસ થઇને  કલાકો સુધી બેસી રહ્યો. અને બાદમાં જયારે બે લોકો મૃત મોરને દફનાવવા માટે લઇ ગયા ત્યારે પણ સાથી મોર તેની પાછળ પાછળ ચાલ્યો. મોરને દફનાવી દીધા બાદ પણ તે કલાકો સુધી ત્યાં બેસી રહ્યો.

- Advertisement -

આ મોર જ્યાં ચણવા જતા અને રહેતા તે પરિવારે એવું જણાવ્યું છે કે જ્યારે અમે મોરને તેના અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા હતા. તેથી બીજો મોર તેની સાથે ચાલતો રહ્યો અને છેલ્લી યાત્રા સુધી તેની સાથે રહ્યો. આજના યુગમાં જ્યારે માણસો વચ્ચે પ્રેમ ઓછો જોવા મળે છે. ત્યાં આવી ઘટના ખરેખર એક પ્રેમકથા શીખવે છે. મોરને ઉછેરનાર પરિવારનું કહેવું છે કે ચાર વર્ષથી તેમના ફાર્મ હાઉસમાં ત્રણ-ચાર રાષ્ટ્રીય પક્ષીઓ મોર ચણવા આવતા હતા, જે ધીમે ધીમે પરિવાર સાથે ભળી ગયા હતા. મોર પરિવાર સાથે ખાતા અને રમતા હતા. થોડા દિવસો પહેલા એક મોર બીમાર પડ્યો અને તેના મૃત્યુ બાદ બીજા મોરે અનાજ પણ ખાધું ન હતું. એટલું જ નહીં, છેલ્લી યાત્રામાં બીજો મોર ત્યાં સુધી સાથ આપતો રહ્યો. જ્યાં સુધી મૃત મોરના અગ્નિસંસ્કાર ન થયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular