જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રીનો વધારો થતાં શહેરીજનોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યો બાદ લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.
જામનગર કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, મહત્તમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારાથી લોકોને ઠંડીમાં રાહત મળી હતી. જો કે, પવનની ગતિ વધુ હોવાથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. ઠંડીને કારણે વ્હેલી સવારે તથા મોડીરાત્રીના શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા જોવા મળ્યા હતાં. તેમજ ચા-કોફી, સૂપ, કાવો સહિતની ગરમ ખાણી-પીણીની ચીજવસ્તુઓ તરફ લોકો વળ્યા હતાં.