જામનગર તથા મોરબી જિલ્લામાં વાહનચોરીના કેસમાં જામનગર જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટથી ઝડપી લઇ જામનગર જિલ્લા જેલમાં સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તથા મોરબી જિલ્લામાં રિક્ષા તથા મોટરસાયકલ ચોરીના અલગ અલગ કુલ 12 જેટલાં ગુનાઓના આરોપી જગદીશ ઉર્ફે જગો સામત પરમાર સલાટ તથા વિક્રમ રામજીભાઇ પરમાર સલાટ નામના શખ્સો વચ્ચગાળાના જામીન મેળવી જામનગર જિલ્લા જેલમાંથી ફરાર થઇ નાસતા ફરતા હતાં. આ આરોપીઓ રાજકોટ સોખડા ચોકડી ઝુંપડપટ્ટીમાં હોવાની પેરોલ ફર્લો સ્કવોડના હેકો. કરણસિંહ જાડેજા લકધીરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી.
બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા એલસીબીના પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડનાપી એએસઆઇ એ.એસ.ગરચર તથા એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફ દ્વારા મોરબી જિલ્લામાંથી 10 ઓટો રિક્ષાની ચોરી અને જામનગર જિલ્લામાંથી એક ઓટો રિક્ષા તથા બે મોટરસાયકલની ચોરી કરનાર અને આ કેસમાં જામનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ જગદીશ ઉર્ફે જગો સામત પરમાર સલાટ તથા વિક્રમ રામજી પરમાર સલાટ નામના બંન્ને શખ્સોને રાજકોટ સોખડા ચોકડી ઝુંપડપટ્ટીમાંથી ઝડપી લીધાં હતાં.