આજના સ્વચ્છંદી માહોલમાં જ્યાં પાપકારી પ્રવૃત્તિઓના અનેક નિમિત્તો મળી રહે છે, ત્યારે અસીમ ઉપકારી દીર્ઘદ્રષ્ટા પરમ ગુરૂદેવશ્રી એ આજના યુવાનોના સમય, શક્તિ અને સામર્થ્ય ને અનેક સેવાના મિશનો સાથે જોડી સાર્થક કરી રહ્યાં છે. પરમ ગુરૂદેવએ 18 થી 30 વર્ષના યુવાનો માટે એવા જ એક સેવાના મિશનની પ્રેરણા કરી અને પારસધામ યુથનો જન્મ થયો. મુંબઈ પારસધામમા કાર્યરત પારસધામ યુથ સ્ટ્રે ડોગ્સને રેડિયમ બેલ્ટ પહેરાવી અંધારામા પણ તેઓને જોઈ શકાય અને અકસ્માતથી બચાવી શકાય તેવા સેવાના અનેક કર્યો કરી રહ્યાં છે. એ જ રીતે પરમ ગુરૂદેવની પાવન પ્રેરણા જામનગર યુથને પણ મળી છે. તેથી ટૂંક સમયમાં જ જામનગર પારસધામ પણ આ પ્રકાર પારસધામ યુથ નામનું ગ્રુપ શરૂ કરવામાં આવનાર છે.
જેમાં 18 થી 30 વર્ષના યુવાનો જોડાઇ શકે છે. યુવાનોને ગમે તેવી પ્રવૃત્તિઓ, તેમને ગમે તેવી શૈલીમાં આયોજિત કરવામાં આવશે. સેવા વિથ ફન જેમ કે,મ્યુઝિકલ ભકિત નાઇટનું આયોજન કરી તેમાંથી જે ફંડ ઉભું થાય તેનો સેવાના કાર્યમાં ઉપયોગ કરાશે. યુવાનોની શક્તિ અને સમય ને સત્માર્ગે વાળી પુણ્ય ઉપાર્જન કરવાના અવસર માટે તા. 23 સુધીમા: ફોમ મેળવી શકાશે. ફોર્મ મેળવવા માટે પારસધામ, સજુબા સ્કૂલ પાસે સમય : 4 થી 7 દરમ્યાન પ્રસન્ન દદી મો. 98795 22877 તથા જસ્મીના દીદી મો. 94288 91372નો સંપર્ક કરવા યાદી જણાવે છે.