જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં આજે મહાશિવરાત્રિ પર્વની ધામધૂમ પૂર્વક ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જામનગરમાં શોભાયાત્રા પણ યોજાશે. ત્યારે શોભાયાત્રા પૂર્વે બપોરે પાલખી પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સહિતના અગ્રણીઓએ પાલખી પૂજનમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આ તકે દંપતિઓ દ્વારા પણ પાલખી પૂજનનો લાભ લીધો હતો.