Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતરવિવારે ઓવૈસી અમદાવદામાં: સભા

રવિવારે ઓવૈસી અમદાવદામાં: સભા

- Advertisement -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ AIMIMએ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જે બાદ BTP અને AIMIM વચ્ચે ગઠબંધન થયું છે. અગાઉ ચાર ફેબ્રુઆરીએ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસની સંભાવના હતી. જોકે હવે તેઓ 7 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે અને અમદાવાદમાં સભાને સંબોધન કરશે.

- Advertisement -

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે છ વાગ્યે ઔવેસી જાહેર સભા સંબોધશે. ઔવેસીની સભા બાદ પક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. કોટ વિસ્તારમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવા પક્ષની રણનીતિ ઘડાઈ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીટીપીએ પક્ષ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાને ઉતરવાનું મન બનાવ્યુ છે. બીજી તરફ ગુજરાત રાજ્યની કોંગ્રેસ પાર્ટીના ગઢ સમાન ભરૂચના મનુબાર ચોકડી વિસ્તારમાં રવિવારે ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન યોજાશે અને બનેં પાર્ટીના નેતાઓ પ્રજાને સંબોધિત કરશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીના પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને પક્ષ દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular