પીજીવીસીએલ ઈન્ટર સર્કલ કેરમ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં જામનગર પીજીવીસીએલમાં કર્મચારીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરતા વિજેતા થયા હતાં. આ બદલ પીજીવીસીએલ અધિક્ષક ઈજનેર દ્વારા વિજેતાઓનું સન્માન કરાયું હતું.
પીજીવીસીએલ ઈન્ટર સર્કલ પુરૂષ કેરમ ટૂર્નામેન્ટ વર્ષ 2023-24 તા.30 અને તા.31 જુલાઈના રોજ રાજકોટ સીટી સર્કલના યજમાનપદે યોજાઈ હતી. જેમાં જામનગર પીજીવીસીએલમાં જે.સી.મહેતા અને જી.કે. સોઢા કેરમ ટુર્નામેન્ટમાં ડબલ્સમાં વિજેતા થયા હતાં. જ્યારે સિંગલ્સમાં આર.બી. ટાંક રનસઅપ થયા હતાં. જામનગર વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર એલ.કે. પરમાર, સહાયક સચિવ એચ.ડી. રાણા તથા પથુભા પરમાર દ્વારા વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેનું સમગ્ર સંચાલન પ્રચારમંત્રી દિપકભાઈ ત્રિવેદી (ગુણાભાઈ)એ કર્યુ હતું.