જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 20 જેટલા સુરક્ષા કર્મીઓને અચાનક જ કાઢી મૂકવામાં આવતા સુરક્ષા કર્મીઓમાં રોષ ફેલાયો છે. કર્મચારીઓએ આ અંગે હોસ્પિટલ અધિક્ષકને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ઓપીડીમાં હોય મળી શકયા ન હતા. દરમ્યાન છૂટા કરાયેલા કર્મચારીઓએ આ અંગે સાંસદને રજૂઆત કરવાનું મન બનાવ્યું છે. તેમ છતાં પણ જો કોઇ ઉકેલ નહીં આવે તો ધરણાં અને આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.