જામનગરની જી. જી. હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી કેસ ફાઈલ શહેરમાં નાસ્તાની પ્લેટમાં જોવા મળતા શિખ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ગુરૂ ગોબિંદસિંઘ શિખ સમાજના આરાધ્ય હોય અને તેઓનું નામ લખેલી નાસ્તા પ્લેટમાં લોકોને નાસતો પીરસવામાં આવી રહ્યો હોય તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિખ સમાજમાં રોષ છવાયો છે. દર્દીઓને આપવામાં આવતી કેસ ફાઈલ પસ્તીમાં વેંચી મારવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ફાઈલો પસ્તીમાં વેંચાયા બાદ તેમાંથી નાસ્તાની પ્લેટસ બનાવી નાખી હોય અને આ પ્લેટનો નાસ્તામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય, શિખ સમાજની લાગણી દુભાઇ છે અને ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગણી પણ ઉઠી છે. બજારમાં વેંચાણી ગુરૂ ગોબિંદસિંગ લખેલ નાસ્તાની પ્લેટને કારણે શિખ સમાજ આગબબુલો થયો છે.