Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજે સાંજે તાજિયા પડમાં આવશે - VIDEO

જામનગરમાં આજે સાંજે તાજિયા પડમાં આવશે – VIDEO

જામનગરમાં આકર્ષનું કેન્દ્ર બનતો ચાંદીનો તાજિયો : રઝાનગરમાં તકરીરમાં તિરંગાની થીમ ઉપર સ્ટેજનું ડેકોરેશન : વાઘેરવાડામાં યોજાતો પરંપરાગત ચોકારો : ખોજાનાકા વિસ્તારમાં કુરેશી જમાત તાજિયામાં 1 લાખથી વધુ એલઇડી ટ્યૂબલાઇટનો ઉપયોગ

- Advertisement -

માતમના પર્વ મોહરમ નિમિત્તે જામનગર શહેરમાં તાજિયાની મુસ્લિમ સમુદાય દ્વારા છેલ્લા કેટલાંય સમયથી તૈયારી કરવામાં આવી રહી છે. આજે મોડીસાંજે તાજિયા પડમાં આવશે અને આવતીકાલે તાજિયાનું જુલુસ યોજાશે. જેમાં મુસ્લિમ સમુદાયના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી મોહરમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

- Advertisement -

કરબલામાં વર્ષો પૂર્વે ઇસ્લામ ઇમાન અને સત્યની ખાતીર હઝરત ઇમામ હુશેને પોતાના 72 સાથીઓ સાથે શહિદી વ્હોરી હતી. તેની સહાદતના માનમાં મુસ્લિમ સમુદાય દ્વારા માતમના પર્વ મહોરમનો તહેવાર મનાવવામાં આવે છે. જામનગરમાં મોહરમના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેના ભાગરુપે શહેરના શંકરટેકરી રઝાનગરમાં મહોરમની છેલ્લી તકરીરમાં મુસ્લિમ બિરાદરોની જનમેદની ઉમટી હતી. રઝાનગરના કમિટી મેમ્બરો દ્વારા સ્ટેજમાં તિરંગાની થીમ બનાવવામાં આવી હતી અને રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં વાઘેરવાડા વિસ્તારમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો દ્વારા પરંપરાગત ચોકારો લેવામાં આવ્યો હતો. અહીં 120 વર્ષથી પણ વધુ સમયથી આ પરંપરાગત ચોકારો લેવામાં આવે છે. વાઘેરવાડામાં આવેલ માતમચોકમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ ગની ઉંમર બસરની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાય છે. આ ચોકારો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

જામનગરમાં મહોરમના પર્વને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે મોડી સાંજે તાજિયા પડમાં આવશે. શહેરના ખોજાનાકા વિસ્તારમાં કુરેશી જમાત તાજિયામાં 107086 જેટલી એલઇડી ટ્યૂબલાઇટનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગરનો વિશ્ર્વ પ્રસિધ્ધ ચાંદીનો તાજિયો આકર્ષણનું કેન્દ્ર બને છે. તાજિયાની વાત આવે એટલે જામનગરના તાજિયા સમગ્ર દેશમાં જ નહીં વિશ્ર્વમાં પ્રસિધ્ધ છે. મોહરમ ઇસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે. જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઇસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જામનગર શહેરમાં કુલ 29 પરવાનાવાળા તાજિયા છે. જેમાં ચાંદીના તાજિયાને એક નંબરો પરવાનો આપવામાં આવ્યો છે. આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરુપે આપેલ છે. એવું કહેવાય છે કે, જામ રાખેંગારજીએ સંતાન પ્રાપ્તી માટે માનતા રાખી હતી. જે પૂર્ણ થતાં ચાંદીનો તાજિયો બનાવી ભેટ સ્વરુપે આપ્યો હતો. આ ચાંદીના તજિયાનો વજન 190 કિલો છે. મોહરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. એવું પણ કહેવાય છે કે, આ ચાંદીના તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular