છોટીકાશી જામનગરના આંગણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને પંડિત આદિત્યરામજી સંગીત સેવા સંસ્થાના સંયુકત ઉપક્રમે તેમજ ગુરૂ – શિષ્ય પરંપરાના શિષ્યગણો દ્વારા શસ્ત્રીય સંગીત સમારોહ તા.25 ના રોજ સાંજે 7 કલાકે ધીરુભાઈ અંબાણી વાણીજય ભવન સુભાષ બ્રીજ જામનગર ખાતે રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ શહેર ભાજ5ા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, એડવોકેટ દિનેશભાઈ પંડયાની ઉપસ્થિતિમાં જામનગર મોટી હવેલીના પૂ.પા. ગો. વલ્લભભાઈ મહોદયના આશિર્વચનો સાથે શાસ્ત્રીય સંગીત ગાયન અને વાદન કલા પ્રસ્તુતિ થશે. પ્રસ્તુત કલા સાધકો પંડિત રોનુ મજમુદારજીના શિષ્ય વિપુલભાઈ વોરાના બાંસુરી વાદન સાથે યશ પંડયા દ્વારા તબલા / પખાવજની સંગતી ઉપરાંત શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ કલાકારો રૂપેશભાઇ ચૌહાણ, ડો. કુમાર પંડયા, મેહુલ બારડ તેમજ પ્રદિપ બારોટના પંડિત આદિત્યરામજી ધરાનાની ગાયન પ્રસ્તુીત સાથે વિકલ્પ ઉપાધ્યાય હાર્મોનિય સંગતી તથા ધિમંત ચૌહાણ અને પાર્થ ઉપધ્યાય તબલા સંગતી કરશે.
શાસ્ત્રીય સંગીત સમારોહ કાર્યક્રમમાં ગાયન – વાદનની સાથે પ્રસિદ્ધ કલાકારોની તબલા જુગલબંધી અનેરુ આકર્ષણ જમાવશે. આ પ્રસંગે આજીવન સંગીતને સમર્પિત સંગીત રત્નોનું સન્માન સાથેના ગરીમાપૂણર્પ કાર્યક્રમને માણવા કલા રસિક શ્રોતાજનોને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકદામી ગાંધીનગર અને પંડિત આદિત્યરામજી સંગીત સેવા સંસ્થાન ગુરૂ શિષ્ય પરંપરાના શિષ્યગણો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.