Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિદસર ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

સિદસર ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સિદસર ખાતે વિજાપુરા વિદ્યાસંકુલના સહયોગથી ઓપન જામનગર ડિસ્ટ્રીકટ-2023ની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષમાં કુલ ચાર ડિસ્ટ્રીકટ રેકિંગ ટુર્નામેન્ટ રાખવામાં આવી છે. જેડીટીટીએ દ્વારા પ્રથમ ઓપન જામનગર સ્પર્ધાનું આયોજન તા. 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એસો. તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ધારા-ધોરણ અનુસાર યોજવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સિદસર ખાતે આવેલ વિજાપુરા વિદ્યા સંકુલના સહયોગની જેડીટીટીએ દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તથા તેમના પરિવારજનોને સિદસરના ખૂબ જ પ્રખ્યાત પર્યટક અને ધાર્મિક સ્થળ ઉમિયાધામ ખાતે મુલાકાત કરવાનો અવસર મળી રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રકાશ નંદા મો. 94262 06761, કેતનભાઇ કનખરા મો. 85303 75120, વિનોદભાઇ સિહોરાનો મો. 74338 71166 પર સંપર્ક કરવો. ઓનલાઇન ફોર્મ પણ ભરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular