જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા નેત્રહિનોના શિક્ષણ, તાલીમ અને સર્વગ્રાહી ઉત્કર્ષ માટે ‘જેરામ રામદયાલ મોહનનીય તૃતિય અખિલ ગુજરાત નેત્રહિન ચેસ ટૂર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા.17 ડિસેમ્બરના રોજ સવારે 9:30 કલાકે ઉદઘાટન સમારંભ અને 18 ડિસેમ્બરે બપોરે 3:30 કલાકે પુરસ્કાર અર્પણ કાર્યક્રમ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર એરોડ્રામ રોડ, જામનગર ખાતે રાખવામાં આવ્ય છે. જેમાં ગુજરાત રાજ્યના 114 ખેલાડીઓ સહભાગી થશે. સંસ્થાના પ્રમુખ ચંદુલાલ આર. શાહના અધ્યક્ષપદે યોજાનાર રાજ્યકક્ષાની આ ટૂર્નામેન્ટમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી તેમજ પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મહેમાનપદે ઉપસ્થિત રહેશે. તેવું અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરના માનદમંત્રી ડો. પી.જે. મંકોડી એ તેમની યાદીમાં જણાવાયું છે.