જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત શ્રી નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૩૯૬મા શ્રાદ્ધ ઉત્સવ આગામી તા. ૧૩ના રોજ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
‘તુહી રામ પ્યારે રામ’ના નામથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓ ની ચેતન સમાધિ આવેલ છે તેવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી અને સંત ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદાનો ૩૯૬મો શ્રાદ્ધ ઉત્સવ તા.૧૩ ના રોજ સવારે ૭:૦૦ કલાકે થી સમાધિ પૂજન થી શરૂ થશે. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે ૫૧ થાળ ધરાવવામાં આવશે અને સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી રાધે કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સવારે ૭:૦૦ થી સાંજે ૭:૦૦ દરમ્યાન પરંપરાગત ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક જીગ્નેશ બારોટ, સંતવાણી કલાકાર પરેશદાન ગઢવી, ભજનીક દેવલબેન ભરવાડ, હાસ્ય કલાકાર અને સંચાલક મનસુખભાઈ વસોયા તેમજ સંતવાણીના કલાકાર અજયસિંહ ડાભી આ લોકડાયરામાં ભાવિકોનું મનોરંજન કરશે. આમંત્રિત મહેમાનો અને દાણીધાર ધામના સેવકોનું સન્માનપત્ર આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પ્રમુખ લક્ષ્મણ બાપુ ( વછરાજદાદા જીવ દયા ગૌસેવા ટ્રસ્ટ વછરાજબેટ) સાથે સંત રમેશદાસજી નેનુજી (પ્યારેરામજી મઠ, જુનાગઢ), સંત શેરનાથ બાપુ (ગૌરક્ષ આશ્રમ, જુનાગઢ), સંત કિશનદાસજી બાપુ (રામટેકરી, જુનાગઢ) સંત ઇન્દ્રભારતી બાપુ (ઘાટવડ), સંત વિજયદાસજી બાપુ (નૃસિંહ મંદિર, અરડોઈ), સંત લાલબાપુ (ગાયત્રી આશ્રમ, ગધેથડ), સંત દિવ્યાનંદજી બાપુ (પ્રગટેશ્વર મહાદેવ, અનિડા-વાછરા), સંત નિર્મળાબા (પાળીયાદ), સંત વિજય બાપુ (સતાધાર), સંત રાજેન્દ્રદાસ બાપુ (નકલંકધામ, તોરણીયા) સંત વાલદાસ બાપુ (તુલસીવન આશ્રમ, સુરસાંગડા), સંત રાજીરામ બાપુ (સીતારામ ગૌશાળા, વાળધરી) પણ હાજર રહેશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા-હકુભા, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સહિતના અનેક મહાનુભાવો હાજર રહેશે.
દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ ના મહંત ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ ચત્રભુજદાસજી ( ઉપવાસીબાપુ) અને પ્રમુખ ભાવસિંહ ડાભીએ સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે તેમ શ્રી નાથજીદાદા ટ્રસ્ટના ટ્રસ્ટી શિવુભા ભટ્ટીની યાદી જણાવે છે.