Friday, November 22, 2024
Homeવિડિઓસરકારના પ્રોત્સાહનના કારણે સજીવ ખેતીથી આવક બમણી : દીપ્તિબેન

સરકારના પ્રોત્સાહનના કારણે સજીવ ખેતીથી આવક બમણી : દીપ્તિબેન

પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન જલ્દી સાકાર થશે : અજયસિંહજી

- Advertisement -

જન્મ આપનારી માતા અને જન્મ પછી માતા તથા બાળકનું ભારણપોષણ કરનાર ધરતી માતા કરતાં વિશ્વમાં વધુ શ્રેષ્ઠ કોણ હોઇ શકે? અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે माता भूमि पुत्रोहम पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. માટે આપણે સૌએ ધરતીની રક્ષા કરવી જોઈએ. જેથી આવનારી પેઢીનું પણ સ્વાસ્થ્ય સારું રહે. જમીનની ફળદ્રુફતા વધારવા માટે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાનો ઉપયોગ ટાળીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અને સજીવ ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જામનગર જિલ્લાના ખેડૂતો પણ આ શિબિરોમાં ભાગ લઈને સજીવ ખેતી તરફ વળી રહ્યા છે.

- Advertisement -

“ધ્રોલના દિપ્તીબહેન કહે છે, સજીવ ખેતી કરવાથી આવકમાં વધારો થયો છે સાથે સરકાર પણ પ્રોત્સાહિત કરે છે”

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રહેતા મહિલા ખેડૂત દિપ્તી બહેન જણાવે છે કે, સજીવ ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છીએ. રાસાયણિક ખાતરોની જગ્યાએ જીવામૃત, ગાયનું છાણ, પંચતત્વો મારફતે ખેતી કરવાથી જમીનની ફળદ્રૂફતા પણ વધે છે અને ખર્ચ પણ ઓછો થાય છે. અમે માંડવી તેમજ તુવેળ, મગ, ચણા, ચોળી જેવા અલગ અલગ કઠોળનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છીએ સાથે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન મળી રહે છે. અને અમે બધાને પણ એ જ સૂચન આપી છીએ કે સજીવ ખેતી કરવી જોઈએ.

“જોડિયા તાલુકાના ખેડૂત અજયસિંહજી જણાવે છે કે, સજીવ ખેતી કરવાથી પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન જલ્દીથી સાકાર થશે.”

- Advertisement -

જોડિયા તાલુકાના ભીમકટા ગામે રહેતા ખેડૂત અજયસિંહજી બળવંતસિંહજી જાડેજા જણાવે છે કે, હું ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરું છું. આ ખેતી કરવાથી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને આવકમાં વધારો થાય છે. તેઓ ચણાના પાકનું વાવેતર કરે છે. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, વગેરેનો ઉપયોગ કરે છે. અને પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવી તે જલ્દીથી સાકર થશે. અને ખેડૂતોને પણ ફાયદો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular