Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજોગવડના જમીન પ્રકરણમાં રેકર્ડમાં કોઇ ફેરફાર ન કરવા મામલતદારને હુકમ

જોગવડના જમીન પ્રકરણમાં રેકર્ડમાં કોઇ ફેરફાર ન કરવા મામલતદારને હુકમ

મામલતદારની ગેરકાયદે નોંધના આધારે પ્રાંત અધિકારી એકતરફી ર્નિણય ન આપે તે માટે પણ દાદ માંગવામાં આવી

- Advertisement -

જમીન રેકોર્ડના વારસાઇ નોંધમાં અદાલતની સૂચના વગર કોઇ ફેરફાર નહીં કરવા ગુજરાત હાઇકોર્ટે લાલપુર મામલતદારને હુકમ કર્યો છે. જયારે મામલતદારના ફેરફાર વાળા ખોટા દસ્તાવેજોના આધારે એક તરફી નિર્ણય ન આપવા લાલપુર પ્રાંત અધિકારી સામે દાદ માંગવામાં આવી છે.

- Advertisement -

લાલપુર તાલુકાના જોગવડ ગામે રેસી. સર્વે નં. 17પ વાળી જમીન અંગે શાહ કેશવજી ગોસર ગાલા વગેરેએ મહેસૂલ સચિવ સમક્ષ અપીલ કરી વારસાઇ નોંધમાં નામ દાખલ કરવા માંગણી કરી હતી. જે અનુસંધાને મહેસૂલ સચિવે મામલતદારને હુકમ કર્યો હતો. આ હુકમ સામે રમેશચંદ્ર દેવરાજ ગાલા રે. ભીંવડી મુંબઇ અદાલતમાં સ્પેશ્યલ પીટીશન દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે જયાં સુધી આ કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી રેકર્ડમાં કોઇપણ ફેરફાર ન કરવા મામલતદારને મૌખિક સૂચના આપી હતી. દરમ્યાન મામલતદારે ગુજરાત હાઇકોર્ટની સૂચના છતાં તાજેતરમાં આ જમીનના રેકર્ડમાં નોંધ દાખલ કરી હતી. જેને હાઇકોર્ટના હુકમનો ભંગ ગણાવી અપીલ કરવામાં આવતા હાઇકોર્ટે જયાં સુધી બીજી કોઇ સૂચના ન આવે ત્યાં સુધી રેકર્ડમાં કોઇપણ જાતનો ફેરફાર ન કરવા લેખિત હુકમ આપ્યો છે.

સરકારના પરિપત્ર મુજબ વારસાઇ નોંધ દાખલ કરાવતા પહેલાં અવસાન પામેલ વારસદારોના અસલ મરણ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો જ વારસાઇ નોંધમાં તેને ધ્યાનમાં લેવાની ગાઇડલાઇન છે. છતાં પણ માત્ર ઝેરોક્ષ નકલ અને સોગંદનામાના આધારે ખાતરી કર્યા વગર વારસાઇ નોંધમાં નામ દાખલ કરવામાં આવ્યું હોવાનું પણ અદાલતમાં જણાવવામાં આવ્યું છે. મામલતદારનું આ કૃત્ય ગેરકાયદેસર હોવાનું જણાવી મામલતદારની નોંધના આધારે લાલપુર પ્રાંત અધિકારી એક તરફી નિર્ણય ન આપે તે માટે પણ હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ અને હાઇકોર્ટના હુકમ સાથે રમેશચંદ્ર દેવરાજ ગાલા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular