Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરખડતા ઢોર મુદ્દે ગૃહસચિવ, ડીજીપીને હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન

રખડતા ઢોર મુદ્દે ગૃહસચિવ, ડીજીપીને હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન

મૃતક કે ઇજાગ્રસ્તના પરિવારને વળતર તેમજ લાંબા ગાળાના આયોજન અંગે માંગવામાં આવશે જવાબ

- Advertisement -

રખડતા ઢોરોના ત્રાસ અંગેના કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજયના ગૃહ સચિવ, શહેર વિકાસ સચિવ, ડીજીપી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું. જો કે, રાજય સરકાર તરફથી વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ આ તમામ અધિકારીઓને કોર્ટમાં હાજર રાખશે. તેથી કોર્ટ કોઇ હુકમ ના કરે તો સારૂ. જેથી હાઇકોર્ટે સરકારપક્ષની આ ખાતરીને રેકર્ડ પર લીધી હતી અને આ તમામ ઉચ્ચ અધિકારીઓને હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રાખવા રાજય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી.

- Advertisement -

રખડતા ઢોરોના ત્રાસના નિવારણ અંગે અમદાવાદ શહેર સહિત રાજબરમાં શું કામગીરી થઇ અને સરકારને આ મામલે શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ શુ પ્લાન છે. રખડતા ઢોરોના ત્રાસ અંગે એડવોકેેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી ક્ધટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટમાં રાજય સરકાર તરફથી બે અલગ-અલગ સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતા. જમાં રાજયમાં રખઢતા ઢોર પકડવાની કામગીરી અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને સરકાર આ મામલે ગંભીર હોઇ અસરકારક કામગીરી હાથ ધરાઇ રહી હોવાનો દાવો કરાયો હતો. બીજીબાજુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ સોંગદનામું રજૂ કરી શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે મૃત્યુ પામનાર ભાવિન પટેલ નામના યુવકના વારસોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાહત ફંડમાંથી રૂ.બે લાખની આર્થિક સહાય કરવાનો નિર્ણય કરાયો હોવાની હાઇકોર્ટને માહિતી અપાઇ હતી. જેથી અરજદારપક્ષ તરફથી એડવોકેટ અમિત પંચાલે હાઇકોર્ટ સમક્ષ માંગણી કરી હતી કે, માત્ર અમદાવાદના કેસમાં જ શા માટે વળતર હોઇ શકે ? અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જયાં પણ રખડતા ઢોરોના ત્રાસના કારણે નિર્દોષ નાગિરકોને મૃત્યુ થાય કે ઇજાગ્રસ્ત બને તેવા તમામ કિસ્સામાં યોગ્ય અને પૂરતું વળતર સરકાર અને સત્તાવાળાઓ દ્વારા ચૂકવાવું જોઇએ. હાઇકોર્ટે જણાવ્યું કે, સરકારને જરૂરી માહિતી સાથે આવવા દો ત્યારે આ મુદ્દો વિચારણામાં લઇશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular