Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ઓપન જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તથા...

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ઓપન જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તથા ડિસ્ટ્રીકટ ટીમ સિલેકશન યોજાશે

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસો. સતત સક્રિય રહી પ્લેયર્સના પ્રોત્સાહન માટે સમગ્ર વર્ષ દરમિયાન અનેક ટુર્નામેન્ટનું આયોજન કરતું આવ્યું છે. આ વર્ષની આ ચોથી અને અંતિમ ડિસ્ટ્રીકટ રેકીંગ ટુર્નામેન્ટ રાખવામાં આવી છે. આગામી તા. 25 સપ્ટે.ના રોજ જામનગર ડિસ્ટ્રીકટની ચોથી ઓપન જામનગર સ્પર્ધાનું આયોજન સુમેર કલબ ખાતે રાખવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ ટુર્નામેન્ટનું આયોજન સુમેર સ્પોર્ટસ કલબના સહયોગ દ્વારા કલબ ખાતે કરવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓએ ઉર્મિલ શાહ મો. 94262 03738 તથા દિનેશભાઇ કનખરાનો 9824503334નો સંપર્ક કરી શકે છે. ભાગ લેવા માટે ગુગલ ફોર્મ દ્વારા પાર્ટીસીપેશન નોંધાવી શકાશે. જેના માટે https://forms.gle/PNbQ7 dbmrcKKoWKE6 લીંકનો ઉપયોગ કરી શકાશે.

અત્રે ઉલ્લેખિય છે કે, હાલમાં જ એસો. દ્વારા અનેક શાળાઓમાં ટેબલ ટેનિસના ટેબલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે. આ શાળાઓ તથા જામનગર જિલ્લા અન્ય દરેક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ સ્5ર્ધામાં જોડાઇને પોતાનું કૌશલ દેખાડી શકે છે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહક સર્ટિફીકેટ તથા વિજેતાને ટ્રોફી, સર્ટીફીકેટ, રોકડ પુરસ્કાર તથા જામનગરનું પ્રતિનિધિત્વ રાજ્યસ્તર પર કરવાની તક મળશે. આ ટુર્નામેન્ટ સમગ્ર વર્ષ માટેની ખૂબ જ મહત્વની હોય દરેક ટેબલ ટેનિસ પ્લેયર્સએ અચુક ભાગ લેવો તેમ જેડીટીટીએના મીડીયા ક્ધવીનર ઉદય કટારમલની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular