Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા મેચ પર ઓનલાઈન જૂગાર રમતો શખ્સ ઝડપાયો

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા મેચ પર ઓનલાઈન જૂગાર રમતો શખ્સ ઝડપાયો

રોકડ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા.11,100 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં ચાંદીબજાર પાસેથી ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે મેચ ઉપર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને સિટી એ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ચાંદીબજાર મહાવીર બાંધણી પાસે એક શખ્સ જાહેરમાં ઓનલાઈન જૂગાર રમતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે સાગર રસિકલાલ તન્ના નામના શખ્સને પોતાના મોબાઇલમાં એપ્લીકેશનમાં રાજકોટમાં રમાતા ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાના વન-ડે મેચ ઉપર જૂગાર રમતો ઝડપી લઇ રૂા.1100ની રોકડ તથા રૂા.10000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.11100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular