Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા તથા દંડ

ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા તથા દંડ

- Advertisement -

જામનગર વાલકેશ્ર્વરીનગરીમાં રહેતા કોન્ટ્રાકટર મેઘરાજસિંહ મનુભા જાડેજા પાસેથી જામનગરના વેપારી વિશાલભાઇ અશોકપુરી ગોસાઇએ સંબંધદાવે હાથઉછીના રૂા. 425000 લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે વિશાલભાઇએ પોતાના એક્સિસ બેંકના ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક મેઘરાજસિંહએ પોતાના બેંક ખાતામાં ભરતાં એકાઉન્ટ બ્લોકડના શેરા સાથે ચેક પરત ફરતાં મેઘરાજસિંહ દ્વારા પોતાના વકીલ મારફત નોટીસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા મેઘરાજસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડી. ચીફ જ્યુ. મેજી. એ.ડી. રાવની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી વિશાલભાઇ અશોકપુરી ગોસાઇને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 42,25,000 તા. 10-2-21થી વાર્ષિક નવ ટકા લેખે વ્યાજ સહિત દંડનો હુકમ કર્યો છે. સદર દંડની વ્યાજ સહિતની રકમ ફરિયાદી મેઘરાજસિંહને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે. આરોપી દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રીસ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ રઘુવીરસિંહ કે. કંચવા તથા કલ્પેશ બી. શિયારવાલા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular