Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કોરોનાથી એક દર્દીનું મોત

જામનગર શહેરમાં કોરોનાથી એક દર્દીનું મોત

શહેરમાં કોરોનાનો નવો એક કેસ : ગ્રામ્યમાં એક પણ કેસ નહીં

- Advertisement -

જામનગર શહેરમાં ફરી કોરોના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. નવરાત્રિના તહેવારો નજીક આવી રહ્યા હોય, કોરોનાને કારણે મૃત્યુનો કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીને જામનગરના સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં કોરોનાનો એક કેસ પણ નોંધાયો હતો.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી કોરોના સંક્રમણમાં ઘટાડા બાદ ગઈકાલે કોરોનાને કારણે શહેરમાં એક દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાંથી ગઈકાલે કુલ 325 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. જે પૈકી એક દર્દીનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે એક દર્દી સાજો થતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમજ હાલમાં પાંચ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે.

કોરોના પ્રતિરોધક રસિકરણમાં ગઈકાલે નવ લોકોએ પ્રથમ ડોઝ, 23 લોકોએ બીજો ડોઝ તથા 309 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો હતો. અત્યાર સુધીમાં કુલ 5,30,997 લોકોએ પ્રથમ ડોઝ, 5,23,266 લોકોએ બીજો ડોઝ તથા 1,06,163 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે.

- Advertisement -

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ધ્રોલ તાલુકામાં 77 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ તથા છ લોકોના એન્ટીજન ટેસ્ટ, જોડિયા તાલુકામાં 17 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ, જામનગર તાલુકામાં 251 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ, જામજોધપુર તાલુકામાં 55 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ, કાલાવડ તાલુકામાં 52 તથા લાલપુર તાલુકામાં 22 લોકોના આરટીપીઆર ટેસ્ટ મળી કુલ 474 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાંસકારો મેળવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular