Monday, December 30, 2024
Homeવિડિઓપ્રાણી જગતમાં માતૃત્વ ભાવનાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ - VIDEO

પ્રાણી જગતમાં માતૃત્વ ભાવનાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ – VIDEO

- Advertisement -

માતૃત્વ એ સંસાર જગતનો સૌથી કિંમતી રત્ન છે. માઁ એ ભગવાન દ્વારા માનવજાતને આપેલો શ્રેષ્ઠ ઉપહાર છે. માઁની મમતા અને માતૃત્વ એ કહેવા કરતાં અનુભવવાનો વિષય છે. પ્રાણી જગતમાં પણ માનવ જગત કરતાં માતૃત્વ અને પરિવાર ભાવના વધુ પ્રબળ જોવા મળે છે. જેનું એક ઉદાહરણ એક નિલ ગાયનું બચ્ચુ જ્યારે સાધારણ ગાયનું દૂધ પીવે છે.

- Advertisement -

અહીં મમતા અને કરુણાનો સંગમ સમાન એક કિસ્સો છે કે, જ્યાં જાતિ-પ્રજાતિને સિમાડા નડતા નથી અને માતૃત્વ એ એક ભાવ છે. જ્યાં મારું કે પારુ દેખાતું નથી. દેવભૂમિ દ્વારકાની ઓખા મંડળમાં ધારાસભ્ય પબુભા માણેકની ગૌ-શાળાની આસપાસ એક નિલગાયનું ખૂબ નાનુ બચ્ચુ ઘાયલ હાલતમાં હતું. ત્યારે કૂતરાઓથી ઘાયલ આ બચ્ચાને ગૌ-શાળા ખાતે લાવીને તેની સારવાર કરવામાં આવી હતી. આમ, ગૌશાળામાં આ નિલગાયના બચ્ચાને સારવાર આપીને સાજુ કરવામાં આવ્યું હતું. આ બચ્ચુ સાજુ થતાં જ પોતાના વાછરડાને દૂધ પીવડાવતી ગૌ-માતા પાસે જઇને તેનું દૂધ પીવા લાગ્યું હતું.

- Advertisement -

મમતાસભર ગૌ-માતા વાત્સલ્યમૂર્તિ માઁ એ કોઇપણ પ્રતિક્રિયા આપ્યા વગર નિલગાયના આ બચ્ચાને પોતાનું દૂધ પીવા દીધુ હતું. આમ માનવતાના ગુણો, પરિવાર ભાવના અને માતૃત્વ એ પશુ-પક્ષીઓ અને પ્રાણી જીવનમાં વધુ જોવા મળે છે. નિલગાયના આ બચ્ચાને પોતાના વાછરડા સમાન ગૌ-માતા એ તેના પર વાત્સલ્ય, માતૃત્વ વહાલ્યુ અને આજે આ નિલગાયનું બચ્ચુ અને વાછરડુ બંને ગૌ-માતાના દૂધનું પાન કરે છે. જે મમતા અને કરુણાનો સંગમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular